હું લોકોને તોડતો નથી પરંતુ જોડુ છું : ડો.કાદર

હું લોકોને તોડતો નથી પરંતુ જોડુ છું : ડો.કાદર

Feb 26, 2012

વડોદરા, તા.૨૫

‘ગુજરાતમાં આવીને મને ઘણો આનંદ થયો છે. હું ગુજરાતમાં શાંતિનો પૈગામ લઈને આવ્યો છું. તમામ ગુજરાતીઓ માટે ખુશાલીની દુવા કરૂ છું. સૌ હળીમળીને રહો’ તેમ આજે વડોદરા જિલ્લાના કરજણમાં યોજાયેલા ધાર્મિક સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા ડો.તાહિરૂલ કાદરીએ જણાવ્યુ હતુ.

હું ગુજરાતમાં શાંતિનો પૈગામ લઈને આવ્યો છું

મિન્હાઝુલ કુરઆન ઇન્ટરનેશનલ ઈન્ડિયાના ખાતમૂહુર્ત બાદ ડો.કાદરીએ જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતું કે, આ એ જગ્યાએ છે જ્યાં તકરારના સોદા નથી થતા, અહીં તોડવાની નહીં પરંતુ જોડવાની વાતો થાય છે.હિન્દુ-મુસ્લિમને સંબોધતા ડોં. કાદરીએ ઉમેયુ હતું કે, સાંભળી લો હું તોડતો નથી લોકોને જોડું છું. આ તબક્કે સુંદર દ્રષ્ટાંત આપી સૌને સમુદ્ર જેવુ વિશાળ હદય રાખવાનો અનુરોધ કર્યો હતો. સમુદ્રમાંથી કોઇ વ્યક્તિ પાણી ભરવા જાય તો સમુદ્ર નાત-જાત કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના તમામને પાણી આપે છે.ડો. કાદરીએ વધુ એક દ્વષ્ટાંત ટાંકતા ઉમેયુંર્ હતું કે, સુરજ પણ પોતાની રોશનીમાં કોઇ ભેદભાવ રાખતો નથી. તો માણસ-માણસ વચ્ચે ધર્મના વાડા કેમ રાખવામાં આવે છે ? તેવો વેધક સવાલ છેડી તેમણે ‘લડશો તો મરશો’ તેવી શીખ આપી આ વિચારધારાની દૂર રહેવા જણાયું હતું. વ્યક્તિ કોઈ પણ ધર્મની હોય પરંતુ તેને સૂરજ, સમુદ્ર અને જમીનની જેમ વિશાળ હદય રાખવું જોઇએ.કુરાનની આયાતો અને ભગવત્ ગીતાનો આધાર લઈ તેમણે કોમી એકતા અને ભાઈચારાની શીખ આપી તમામને શાંતિ-એકતા અને ભાઈચારાની ભાવનાથી રહેવા જણાવ્યુ હતુ. જેથી પ્રગતિ અને વિકાસ સાંધી શકાય. લડવુ અને ઝઘડવુ એ બરબાદીનો માર્ગ છે. તેવો મત વ્યક્ત કરીને તેમણે આ માર્ગથી દૂર રહેવાની પણ શીખ આપી હતી.વધુમાં તેમણે ગુજરાત સરકારે આપેલી ઝેડ પ્લસ સુરક્ષા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Source : http://www.sandesh.com/article.aspx?newsid=38183

Comments

Top